હેપ્પી દશેરા!

સૌને દશેરા ની હાર્દિક શુભકામના……દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનાં સમન્વયનો ઉત્સવ.વીરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર એટલે ‘દશેરા’.અસત્ય પરનાં સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિની ભવ્ય જીત, દશેરા તરીકે સદીઓથી ઉજવાતી આવી છે.સદગુરુ સાંઇબાબાનું મહાપ્રયાણ દશેરા ના દિવસે થયું ,તેમણે મહાસમાધિ લીધી હતી.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વરા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અને રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી આ તહેવારને વિજયાદશમી કહેવાય છે. નવરાત્રિ પર્વમાં નવ-નવ દિવસ સુધી દૈવી શક્તિની ઉપાસના કર્યા બાદ દસમો દિવસ શત્રુનો સંહાર કરવાની શક્તિ પ્રેરે છે.મનુષ્યના મનની અંદર દસ-માથાળા રાવણના પ્રતિક સમા દસ અવગુણો છે, જેવા કે – કામ (વાસના), ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર (ઈર્ષા), સ્વાર્થ, અન્યાય, ક્રૂરતા અને અહંકાર,જેનો આજે નાશ કર​વાનો સંકલ્પ​ કર​વાનો છે. દશેરાનો આજનો દિવસ દરેક ભારતીય માટે વિશેષ હોવું જોઈએ. દરેક વ્યક્તિએ સંકલ્પ કરવો જોઈએ કે બુરાઈ અને અન્યાય સામે ઝઝૂમશે અને ન્યાય અને સત્યનો વિજય થાય એ માટે પ્રયાસ કરશે. થોડા સ્થાપિત હિતો જે દેશના વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એમનો નાશ કરવાનો આ દિવસ છે. આપણા અંદરના અને સમાજના ‘રાવણ’ને બાળવોનો છે.

અધર્મ પર ધર્મની જીત દર્શાવવા માટે દેશભરમાં રાવણ, તેના પુત્ર મેઘનાથ અને ભાઈ કુંભકર્ણના પૂતળા સળગાવવામાં આવે છે અને ફટાકડા ફોડીને ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગુજરાતીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.પરંતુ આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી કે જેને આજે આપણે જલેબી કહીએ છીએ, તે ખૂબ ભાવતી હતી. એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે. ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ શાશ્કુલી(જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી. સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાને દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત છે.

રામે તો રાવણનો સંહાર કર્યો.. સૂચવે છે ધર્મ નો વિજય. વહેલું કે મોડું અધર્મને ધર્મ સામે પરાજિત થવું પડે છે. કાંઈ નહી તો આપણે દશેરા જેવા પવિત્ર દિવસે દિલમાં ધર્મના વિચારોનું સ્થાપન કરીશું. હલકા વિચારોને તિલાંજલી આપી ઉન્નત વિચારો મનમાં સ્થાપીશું. હર દિવસે વિચારીશું,
૧. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને શાંતિથી વિચારવાની શક્તિ અર્પે.
૨. હું ઈશ્વરનો આભાર માનીશ કે મને સંપૂર્ણ વિશ્વાસ અને સાહસ પૂર્વક કાર્ય કરવાની શક્તિ આપે.
૩. હું ઈશ્વરનો આભાર માનીશ કે  મને તક તથા લક્ષ્મીની સહાય મળી છે.

ફરીથી,આપ સૌને બુરાઈ પર સચ્ચાઈ ના વિજય રૂપી તહેવાર દશેરા ની શુભકામનાઓ……

References:

  1. http://binod.in/news/india/gujarati-newspapers/gujarat-samachar/dharmlok/viratano-vaibhav-shauryano-shrungar-etale-dashera_45217327/c-in-l-gujarati-n-gsamacha-ncat-dharmlok/
  2. http://chitralekha.com/breaking-news/dussehra-vijayadashami-lord-rama/
  3. http://gujarattoday.in/dashera-aatmamanthan-and-saru/#.VihuRn4rLIU
  4. http://festivalsind.blogspot.in/2013/10/blog-post.html
  5. http://rkdangar.blogspot.in/2010/10/blog-post_16.html
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Up ↑

%d bloggers like this: